Home|Login|











ચરોતરનું તોરણ એટલે વાસદ

વાસદ ગામ ઉ.અ. 22, 27 અને પૂ.રે. 73, 4 ઉપરનું આ ગામ વેર્સ્ટન રેલવેની મુંબઇ અમદાવાદ લાઇન ઉપર મહીકાંઠે આવેલું જાણીતું સ્ટેશન પૂર્વ દિશામાં થોડે છેટે ઉત્તરથી દક્ષિણ વહેતી મહીસાગર નદી અને તેના ઉપરનો ભવ્ય પુલ સામે છેડે આવેલા વાકળ પ્રદેશને સાથે જોડાનાર સાંકળરૂપ છે આ પુલની સમાંતર છસો ફુટ દુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઇવેને જોડતો એક ભવ્ય પુલ બંધાઇ ગયો છે. પુલના વાસદ તરફના છેડેથી ચરોતરની હદ શરૂ થતી હોઇ વાસદએ ચરોતરનું પ્રવેશદ્રાર છે લોકમાતા મહીસાગર નદીના કારણે વાસદ જાણીતું તીર્થધામ અને પ્રવાસકેન્દ્ર બન્યું છે.

વાસદ એ 12487 ગામવાસીઓની વસ્તી ધરાવતું એક ગામ છે. તે આણંદ જિલ્લાના આણંદ તાલુકામાં ઉત્તર દિશામાં આવેલ રાષ્ટ્રિય ધોરીમાર્ગથી 0 (શૂન્ય) કિ.મી.ના અંતરે આવેલું છે આ ગામમાં ગ્રામ પંચાયત છે.

આ ગામના 3 મુખ્ય પ્રવેશ માર્ગો છે. પ્રથમ માર્ગ પૂર્વ દિશામાં આવેલો છે. જ્યારે બીજો ઉત્તર તરફ જોડાયેલો છે અને ત્રીજો પશ્ચિમ બાજુએ આવેલો છે. પશ્ચિમ દિશામાં આવેલ પ્રવેશમાર્ગ સુંદણ ગામને જોડે છે જે આ ગામથી 5 કિ.મી. દૂર આવેલું છે. પૂર્વ દિશાનો પ્રવેશ માર્ગ રાષ્ટ્રિય ધોરી માર્ગને જોડે છે જે આ ગામથી 0 (શૂન્ય) ફૂટની ઉંડાઇ છે.

આ ગામના હવામાનમાં 34.4’ C થી 26.8’ C સેન્ટીગ્રેડ જેટલું તાપમાન જોવા મળે છે. 85 ટકા જેટલો વરસાદ દક્ષિણ-પશ્ચિમના ચોમાસામાં એટલે કે જૂન થી સપ્ટેમ્બર માસ દરમ્યાન પડે છે. આ ગામનો કુલ જમીન વિસ્તાર 1358 હેકટર જેટલો છે. આ ગામની જમીન ગોરાળું પ્રકારની છે અને તેની આસપાસમાં પણ આજ પ્રકારની જમીન જોવા મળે છે. ગામની મોટા ભાગની વસ્તીનો વ્યવસાય ખેતીનો છે (30 ટકા) જ્યારે કેટલાક લોકો વેપાર (20 ટકા) કરે છે. અને કેટલાક લોકો (30 ટકા) સરકારી અને ખાનગી નોકરી કરે છે. આ ગામના પશુધનની સંખ્યા 3080 છે જેમાંના 1492 પશુઓ દૂધાળા ઢોર છે તેમજ 19 ખેતી ઉપયોગી પશુ છે.

આ ગામમાં કુલ 3200 પરિવારો વસે છે જે પૈકી 865 ગરીબી રેખાની નીચે જીવતા પરિવારો છે. જ્યારે અન્ય 85 પરિવારો અનુસુચિત જાતિના છે ગરીબી રેખાની નીચે જીવતા પરિવારો ઇન્દીરા આવાસ યોજના / સરદાર આવાસ યોજનાના મકાનોમાં રહે છે. જે ગામના મધ્યભાગથી 800 મીટર દૂર આવેલા છે.


Swarnim Gram